નાયરા અને એસ્સારના પદયાત્રી કેમ્પની સેવાઓ
કેબિનેટ મંત્રી મુળુ બેરા દ્વારા આજરોજ તારીખ 08/03/2025 ના રોજ દ્વારકાધીશ પદયાત્રા અનુસંધાને મેસર્સ નાયરા એનર્જી લિમિટેડ દ્વારા તેમની હાઉસિંગ કોલોની, જામનગર પાસેના કંપનીના સેવા કેમ્પ તથામેસર્સ એસ્સાર પાવર એનર્જી લિમિટેડ, ખંભાળિયા પાસે ના કંપનીના સેવા કેમ્પ ની મુલાકાત લીધી હતી.
તેમજ મુલાકાત દરમ્યાન તેમને મેસર્સ નાયરા એનર્જી લિમિટેડ દ્વારા નોનડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ તથા કેમ્પની સુવિધાઓની મુલાકાત લીધી.
જ્યારે મે. એસ્સાર કંપની દ્વારા આયોજિત ” ઝીરો વેસ્ટ” પદયાત્રા અંગે મંત્રી એ કેમ્પની મુલાકાત લીધેલ અને વેસ્ટ કલેક્શન માટેના વાહનને લીલીઝંડી આપી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રીજનલ કચેરી જામનગરના રીજનલ ઓફીસર જી.બી.ભટ્ટ તથા જામનગર અને દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
_______________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com



