નર્મદ જન્મ જયંતી જી.ડી.મોદી કૉલેજ ઑફ આર્ટસ પાલનપુર.*

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તારીખ 24 8 2026 ના રોજ ગુજરાતી ભાષા અને સાહિત્યના મહાન સર્જક સમાજ સુધારક વીર નર્મદ જન્મ જયંતીનો કાર્યક્રમ ગુજરાતી વિભાગ દ્વારા શૂન્ય બક્ષી સાહિત્ય વર્તુળ અંતર્ગત યોજાયો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નર્મદના જીવન સાહિત્ય સર્જન અને સામાજિક વિચારો વિશે પરિચિત કરાવવાનો હતો.કોલેજના આચાર્યશ્રીએ સુધારક નર્મદ વિશે પોતાના વિચારો રજૂ કર્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના બી.એ તેમજ એમ.એના બાર(૧૨)દ્યાર્થીઓએ નર્મદની કવિતાઓ, જીવન પ્રસંગો અને સાહિત્યિક વિચારો રજૂ કર્યા. બી.એ અને એમ.એ ના ગુજરાતી વિષયના ૧૫૭ વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નર્મદને ભાવાંજલિ અર્પણ કરી હતી.ડૉ .પ્રતીક્ષાબેન પરમારે વિદ્યાર્થીઓના વક્તવ્યો ને બીરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમનું સંચાલન એમ.એ સેમ 3 ની વિદ્યાર્થીની બીનલ રાઠોડ એ કર્યું હતું અને આભાર વિધિ મિત્તલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.સોહન દવે તેમજ ડૉ.કલ્પનાબેન ગાંવિત,ડૉ. ઋષિકેશ રાવલ અને ડૉ.પ્રતિક્ષાબેન પરમાર સહભાગી બન્યા હતા.*જય જય ગરવી* *ગુજરાત*





