NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં GMERS જનરલ હોસ્પિટલની રિવ્યુ બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં GMERS જનરલ હોસ્પિટલની રિવ્યુ બેઠક યોજાઈ

 

કલેક્ટરએ હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સ્ટાફ, ઓપીડીની કામગીરી, ક્લિનિકલ ઇન્ડિકેટર્સ, દર્દીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર સેવાઓ અંગે માહિતી મેળવી

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે GMERS જનરલ હોસ્પિટલની કામગીરી અંગે રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલની વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.

 

બેઠકમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કલેક્ટર દ્વારા અગાઉ આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સ્ટાફ, ઓપીડીની કામગીરી, ક્લિનિકલ ઇન્ડિકેટર્સ, દર્દીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર સેવાઓ અંગે કલેક્ટરએ માહિતી મેળવી હતી.

વધુમાં, કલેક્ટરએ હોસ્પિટલની સાફ-સફાઈની વ્યવસ્થા, દર્દીઓ માટેના વોટર કુલર, ઓપીડી વેઇટિંગ એરિયાની સુવિધા સહિતની વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. હોસ્પિટલના મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને ફિલ્ડમાં કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ અને જરૂરી સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે હોસ્પિટલમાં આવતા દર્દીઓને સલામત, ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મળી રહે તે બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા મેડિકલ સ્ટાફને અનુરોધ કર્યો હતો. તેમજ દર્દીઓની સલામતી, સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!