NANDODNARMADA

નર્મદામાં SGFI શાળાકીય રમતોત્સવ-2026ની પૂર્વ તૈયારીના ભગારૂપે વ્યાયામ શિક્ષકો અને પ્રશિક્ષકોની સંકલન બેઠક મળી

નર્મદામાં SGFI શાળાકીય રમતોત્સવ-2026ની પૂર્વ તૈયારીના ભગારૂપે વ્યાયામ શિક્ષકો અને પ્રશિક્ષકોની સંકલન બેઠક મળી

 

બેઠકમાં તાલુકા કક્ષાએ એથ્લેટિક્સ, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો સહિતની સ્પર્ધાઓ તેમજ જિલ્લાકક્ષાએ સીધી યોજાનારી વિવિધ રમત સ્પર્ધાઓના સફળ આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

 

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા આયોજિત SGFI શાળાકીય રમતોત્સવ-2026 અંતર્ગત અંડર-14, અંડર-17 અને અંડર-19 (ભાઈઓ/બહેનો) વર્ગની વિવિધ રમત સ્પર્ધાઓના આયોજનના ભાગરૂપે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાની તમામ શાળાઓના વ્યાયામ શિક્ષકો તેમજ રમતગમત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પ્રશિક્ષકોની સંકલન બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં તાલુકા કક્ષાએ એથ્લેટિક્સ, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો સહિતની સ્પર્ધાઓ તેમજ જિલ્લાકક્ષાએ સીધી યોજાનારી વિવિધ રમત સ્પર્ધાઓના સફળ આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાઓનું આયોજન સુચારૂ, પારદર્શક અને નિયમબદ્ધ રીતે થાય તે માટે નોંધણી પ્રક્રિયા, સમયપત્રક, ખેલાડીઓની પાત્રતા, નિયમો તથા આયોજન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

 

બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલે તમામ વ્યાયામ શિક્ષકો અને પ્રશિક્ષકોને રમતોત્સવને સફળ બનાવવા માટે ટીમ ભાવના સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપભાઈ દેસાઈએ યુવા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

 

આ પ્રસંગે રાજ્ય રમતગમત સંયોજક ભુપતભાઈ વસાવા, જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોચ સહિત મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો અને રમતગમત પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!