NANDODNARMADA

ગુજરાત રાજ્યમાં ધારાશાસ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો લાગુ કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશનની માંગ

ગુજરાત રાજ્યમાં ધારાશાસ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો લાગુ કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશનની માંગ

 

“દેશને આઝાદ કરાવાથી લઇને સમાજના પ્રશ્નોના હલ માટે વકીલની ભૂમિકા અગત્યની” : વંદનાબેન ભટ્ટ (પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિયેશન)

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજ્યમાં વધી રહેલા વકીલો ઉપરના અત્યાચાર અને હુમલાઓની ઘટના બાદ ગુજરાત રાજ્ય વકીલ મંડળ દ્વારા વકીલોને ન્યાય આપતા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ને રાજ્યમાં લાગુ કરવાની માંગ બુલંદ બની છે જે સંદર્ભે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ રાજ્યમાં લાગુ કરવા માટે માંગ કરવામાં આવી છે

 

આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિયેશનના સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને વકીલોને રક્ષણ આપતો કાયદો લાગુ કરવો જરૂરી છે

એડવોકેટ્સ, આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાયપ્રણાલીની વિધેયતાને સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરાવાથી લયને સમાજના વિવિધ પ્રશ્નોના હલ માટે વકીલની ભૂમિકા સમાજ માટે અગત્યની રહી છે. અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમા વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે ની લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે. અને હાલમાં ગુજરાતના ૧,૫૦,૦૦૦ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને, અમારી સમિતિ(ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન) નમ્રતાપૂર્વક માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત Advocate Protection Act (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરવાની તાત્કાલિક જરૂર છે.

 

જો વકિલો અને તેવોના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નય હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહિ. વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેવોના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થય પડ્યું છે તેમ રજુઆત કરી હતી

 

*અત્યાર સુધીના હિંસાના બનાવો:*

 

1. અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેનાથી તેમની ન્યાયસેવામાં અટકાવ થઇ છે.

 

2. જામનગર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨ થી ૩ વકીલ નું મર્ડર થય રહ્યું છે.

 

3. અમરેલીમાં કોર્ટ વકીલના માતાનું મર્ડર અને કોર્ટ પ્રીમાયસિસમાં જ વકીલ ને ધમકીઓ આપવા મા આવી રહી છે…

 

4. ભાવનગર કચ્છ જીલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલોની ઉપર વકીલો ઘણા હુમલા અને ખોટી FI.R કરવાંના બનાવો સામે આવી રહ્યા છે.

 

*ધમકીઓ અને દુર્વ્યવહાર*

 

૧. વકીલોએ તેમના કામ દરમિયાન અનેક વખત ધમકીઓ અને દુર્વ્યવહારનો સામનો કર્યો છે, જેનાથી તેમની વ્યાવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પર મોટો જોખમ ઉભો થયો છે. અમરેલીના ધારી તાલુકામાં એડવોકેટ રવિભાઈ ત્રિવેદીને નાઓની વ્યવસાઇક અદાવત રાખીને તેઓની માતાનું અગાઉ મર્ડર કરવામાં આવ્યું અને હાલમાંજ ખુલ્લી અદાલતમાં તેઓને અન્ય કોઈ આરોપી ધ્વરા જાનથી મારી નાખવાની ધમકીપણ આપવામાં આવેલી છે તેમજ અમરેલી ખાતેનાં એડવોકેટ પિતા પુત્રી સામે પણ પોલીસે ખોટી F.I.R. કાર્ય અંગેનો બનાવ તેમજ ભાવનગરના અન્ય એડવોકેટ સામે પણ ખોટી F.I.R. વ્યવસાઇક અદાવતમાં કરાયું હોવાનું ધ્યાને આવેલ છે.

 

૨.  વકીલો અને તેવો ના પરિવારની સુરક્ષા જો હવે સુનિશ્ચિત કરવામાં નય આવે તો ન્યાય પ્રણાલી જે આપડા દેશ નું અભિન્ન અંગ છે એ ડગમગતા વાર લાગે એમ નથી. ડરતા ડરતા વકીલો ક્યાં સુધી કાર્યરત રહી શકે. આ બાબતના પ્રશ્નો હાલોના સમાજ માટે ખૂબજ ગંભીર

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button