ડેડીયાપાડા શિક્ષા ટેબલેટ વિતરણ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 15/04/2025 – ડેડીયાપાડા શિક્ષા ટેબલેટ વિતરણ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ખાતે ONGC કંપનીના સહયોગથી આયોજિત શિક્ષા ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં છેવાડાના ગામોના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ટેબલેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવીયો હતો.
લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે. તેમજ વિધ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા ખુબ જ ઉપયોગી નિવડશે. વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ સપોર્ટ સાથે એજ્યુકેશન પૂરુંપાડવામાં શિક્ષકોને વધુ સરળતા થશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગથી પોતાની રુચિમનપસંદ ક્ષેત્રમાં ઉડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.
આ પ્રસંગે ભરૂચ સંસદ મનુસખ વસાવા સહીત અન્ય મહાઅનુભવો, ગ્રામજનો સહીત વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.