DEDIAPADAGUJARATNARMADA

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ચીકદા ગામ પાસે ગાયો ભરેલા વાહનો રોકનાર સામે પોલીસે ફરિયાદ.

  • નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ચીકદા ગામ પાસે ગાયો ભરેલા વાહનો રોકનાર સામે પોલીસે ફરિયાદ

તાહિર મેમણ : ડેડીયાપાડા – 16/10/2023 – વડોદરા કોર્પોરેશન ના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગરીબ મહિલાઓના ઉત્થાન માટે ગાયોનું વિતરણ કરવા પાંજરાપોળ ખાતે આપવા જતા રસ્તામાં અટકાવાયા

 

રસ્તામાં ગાયો ભરેલા વાહનો અટકાવનાર પ્રાણી સમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો આરોપી માય ચેનલ નો પત્રકાર છેકે ઝોલાછાપ પોલીસ તપાસ નો વિષય

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના ચિકદા ગામ પાસે 15 ગાયો ભરી પસાર થતાં ત્રણ વાહનોને અટકાવનાર ત્રણ ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધતા માર્ગ ઉપરથી પસાર થતી ગાયો ભરેલી ટ્રકોને હેરાન પરેશાન કરનારા લુખા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા ખાતે રખડતા ઢોરોને પકડી આ રખડતા ઢોરોને પોલીસ બંદોબસ્ત સાથે ગુરુકૃપા સેવામય ટ્રસ્ટમાં જરૂરિયાત મંદ વિધવા બહેનોના આર્થિક ઉત્થાન માટે પશુપાલનના શુદ્ધ ઉછેર કરવા માટે 15 ગાયો ભરીને વડોદરાથી રવાના કરેલી હતી, આ ગાયો ભરેલા ત્રણ આઇસર ટ્રકો સાથે ગાયોના પરિવહન માટેનું પ્રમાણપત્ર તેમજ પશુઓના ફિટનેસ અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર અને અલગ અલગ વાહનોમાં પાંચ પાંચ કરી અને ભરેલી 15 ગાયો તંદુરસ્ત હાલતમાં વડોદરા કોર્પોરેશનના સિક્યુરિટી જવાન શહીત પોલીસના બંદોબસ્ત સાથે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કરતલ ગામ ખાતે આપવા માટે રવાના કરેલી હતી.

 

આ ગાયો નર્મદા જીલ્લા ના ચિકદા ગામ પાસે પહોંચતા ત્રણ ઈસમો એ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે આ વાહનોને રસ્તામાં રોકયા હતા અને પોતાની પાસે કોઈ પણ પ્રકારની સત્તા ના હોય ને અડચણ ઊભી કરી હતી.

 

પાસ પરમિટ વાળા વાહનોને રસ્તામાં રોકતા તેમની સાથેના સિક્યુરિટી અને પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે આ ગાયો ગરીબ વિધવા બાઈઓને તેમના રોજીરોટીના વ્યવસાય અર્થે આપવાની છે. પરંતુ આ યુવાનો માન્ય નહોતા અને ફોટા પાડી પોતાની ઓળખ માય ન્યુઝ ચેનલ ના પત્રકાર તરીકે ની જણાવી પોતાનું નામ ડોક્ટર અશ્વિનભાઈ વસાવા જણાવ્યું હતું તેની સાથેના બીજા ઈસમ નુ નામ પૂછતા તેણે પોતાનું નામ જીગ્નેશભાઈ ગંભીરભાઈ વસાવા રહેવાસી ઉભરાન ,તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદાનો હોવાનું જણાવેલ હતું.

વડોદરા કોર્પોરેશનના કર્મચારીએ તેમજ પોલીસ જવાનોએ પોતાના ઉપલા અધિકારીને જાણ કરતા ક્યાં ગાડીઓ રસ્તામાં રોકેલ હોય પોલીસના સો નંબર ઉપર ફરિયાદ કરવાનું જણાવતા ફરિયાદી ભદરીકભાઈ હસમુખભાઈ અડિયલ સિક્યુરિટી જવાન વડોદરા મહાનગરપાલિકા ના ઓ એ ફરિયાદ કરતા પોલીસ આવી પહોંચી હતી અને માર્ગમાં ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વાળા ગાયો ભરેલા ત્રણ વાહનોને રોકવાના મામલે પોલીસે ડોક્ટર અશ્વિનભાઈ વસાવા સહિત જીગ્નેશભાઈ ગંભીરભાઈ વસાવા અને મનીષભાઈ સુખલાલભાઈ વસાવા રહેવાસી ખોડાઆંબા તાલુકો ડેડીયાપાડા જિલ્લા નર્મદાના સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

અત્રે ઉલ્લેખની એ છે કે આ પહેલા પણ ચાર દિવસ અગાઉ રાજપીપળા પાસેના રંગ અવધૂત મંદિર પાસે પ્રેમ વસાવા નામના એક યુવકે પાસ પરમિટ વાળા જ વાહનો માં જતી ગાયોના પાંચ જેટલા વાહનોને અટકાવ્યા હતા જેથી રાજપીપલા પોલીસે પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!