NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન શેડો એરિયાના ૨૪ ગામોમાં વોકીટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરાશે

નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન શેડો એરિયાના ૨૪ ગામોમાં વોકીટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરાશે

 

લોકસભા ચુંટણી શેડો એરિયાના નોડલ અધિકારીશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી મિતેષ પટેલ દ્વારા વન કર્મીઓને અપાયેલું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં લોકસભા ચુંટણી- ૨૦૨૪ સંદર્ભે જે ગામોમાં સંદેશા વ્યવહાર માટે મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી થઈ શકતું તેવા શેડો એરિયાના ૨૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં ચુંટણી પ્રક્રિયા દરમિયાન સંદેશાની આપ લે માટે વન વિભાગ દ્વારા વપરાતા વોકીટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પૂર્વે જરૂરી તૈયારીઓના ભાગરૂપે વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરતા વન કર્મીઓની બેઠક આજે બુધવારે રાજપીપળા ખાતે યોજાઇ હતી. જેમાં લોકસભા ચુંટણી શેડો એરિયાના નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક મિતેષ પટેલ ઉપરાંત આરએફઓ સામાજિક વનીકરણ જે. એ. ખોખર, આરએફઓ નર્મદા વન વિભાગ સ્નેહલ ચૌધરી, આરએફઓ કેવડિયા મદનસિંહ રાઓલજી તથા નર્મદા વન વિભાગ અને કેવડિયા વન વિભાગનો સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!