AHAVADANGGUJARAT

Navsari: ૨૫-નવસારી સંસદીય મતવિસ્તાર માટે ૩૫ નામાંકન રજુ કરાયા,નામાંકનના અંતિમ દિને ૨૪ નામાંકન રજુ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આજ રોજ ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજુ થયેલ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર આજરોજ નવસારી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર દ્વારા-૦૬, ગુજરાત પક્ષના ઉમેદવાર દ્વારા-૦૧, ભારતીય બહુજન પાર્ટી દ્વારા-૦૫, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા-૦૧,ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા-૦૬, બહુજન મુક્તિ પાર્ટી દ્વારા-૦૧, અખિલ ભારતીય સેના દ્વારા-૦૧, લોગ પાર્ટી દ્વારા ૦૧ અને સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી દ્વારા ૦૨ ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્યા છે. આમ, આજરોજ ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે આજ રોજ કુલ-૨૪ નામાંકન રજુ કરાયા છે.

નોંધનિય છે કે, ગુજરાત રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત ગત તા.૧૨-૦૪-૨૦૨૪ થી થઇ હતી જેનો આજે અંતિમ દિવસ હતો. ૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે તા.૧૨ એપ્રિલ થી લઇ ૧૯મી એપ્રિલ સુધીના નામાંકનની પ્રક્રિયા દરમિયાન કુલ-૩૫ નામાંકન રજુ કરાયા છે.

વિગતવાર જોઇએ  તો, તા.૧૫-૦૪-૨૦૨૪ના રોજ સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) પક્ષના પ્રતિનિધિ અને ઉધના સુરતના રહેવાસી શ્રી કનુભાઇ ટપુભાઇ ખડદિયા દ્વારા બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. તથા અપક્ષ ઉમેદવાર અને પારડી, વલસાડના રહેવાસી શ્રી નવીનકુમાર પટેલ દ્વારા એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.

તા.૧૬-૦૪-૨૦૨૪ના રોજ અપક્ષ ઉમેદવાર અને જલાલપોર, નવસારીના રહેવાસી શ્રી ચેતનકુમાર ઇશ્વરભાઇ કહાર દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.

તા. ૧૮-૦૪-૨૦૨૪ના રોજ અપક્ષ ઉમેદવાર અને ઉધના સુરતના રહેવાસી શ્રી કિરિટભાઇ લાલુભાઇ સુરતી દ્વારા એક ઉમેદવારી પત્ર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અને  વડોદ ગામ,સુરતના રહેવાસી શ્રી મલખાન રામકિશોર વર્મા દ્વારા બે ઉમેદવારી પત્રો, ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને ઉધના, સુરતના રહેવાસી શ્રી વિજયભાઇ દામજીભાઇ ઠુંમર દ્વારા એક ઉમેદવારી પત્ર, તથા બહુજન રિપબ્લિકન સોસાયટી પાર્ટીના ઉમેદવાર સંગ્રામપુર,સુરતના રહેવાસી કિશોરભાઇ ચંદુલાલ રાણા દ્વારા એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.

આજરોજ નામાંકનના અંતિમ દિને અપક્ષ ઉમેદવાર અને લિંબાયત, સુરતના રહેવાસી સૈયદ મેહમુદ દ્વારા એક, અપક્ષ ઉમેદવાર અને આંજણા સુરત ના રહેવાસી શેખ હમીદ દ્વારા એક, અપક્ષ ઉમેદવાર અને પુણા સુરતના રહેવાસી સુમનબેન રવીભાઇ ખુશવાહ દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

આ સાથે ગુજરાત પક્ષના પ્રતિનિધી જલાલપોર નવસારીના રહેવાસી શ્રી ચેતનકુમાર ઇશ્વરભાઇ કહાર દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધી અને જલાલપોર, નવસારીના રહેવાસી શ્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલ દ્વારા ચાર તથા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધી શ્રી અશ્વિનભાઇ મગનભાઇ પટેલ, ચીખલીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધી શ્રી કાદિર મહેબુબ સૈયદ, રસીદમુલ્લાની વાડી, નવસારીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના શ્રી નૈષધભાઇ ભુપતભાઇ દેસાઇ, રહેવાસી ભટાર સુરત દ્વારા ચાર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે. બહુજન સમાજ મુક્તિ પાર્ટીના પ્રતિનિધિ શ્રી રાજુ ભીમરાવ વરદે, રહેવાસી ગોળાદરા, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ શ્રી શૈલેષકુમાર નગીનભાઇ પટેલ, રહેવાસી  ચીખલી નવસારી દ્વારા બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે.

સોશિયલ ડેમોક્રેડિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી મુનાફભાઇ ગનીભાઇ વોરા, રહેવાસી આંજણ,સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. અખીલ ભારતીય સેનાના પ્રતિનિધિ શ્રી ચંદનસિંહ શિવબનસિંહ ઠાકુર, રહેવાસી-ભેસ્તાન, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

અપક્ષ ઉમેદવારશ્રી વિનયકુમાર ભરતભાઇ પટેલ, વિજલપોર, નવસારીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. લોગ પાર્ટીના શ્રી રમઝાન ભીલુભાઇ મંસુરી, ભેસ્તાન, સુરતના રહેવાસી  દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ પક્ષના પ્રતિનિધી શ્રી મોહમ્મદ હનીફ શાહ, રહેવાસી ભેસ્તાન, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. અપક્ષ ઉમેદવારશ્રી કાઝી અયાઝ હસરૂદિન, ઉધના, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

અપક્ષ ઉમેદવારશ્રી મોહમ્મદ નિશાર શેખ યુનુસ શેખ, ઉધના, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના ઉમેદવારશ્રી સંતોષ અવધુત સુરવાડે, ડીંડોલી,સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. અને સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના ઉમેદવારશ્રી બાગલે બાલકૃષ્ણ લવેશ,ઉધના,સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે આગામી તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!