GUJARATNAVSARI

Navsari: બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામ દ્વારા ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દેગામ, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી અને ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામના સંયુક્ત ઉપક્રમે બી.બી.દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચવા માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં અતિશય ગરમી (તાપ) દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.નાના બાળકો, રાગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ અતિશય તાપમાં વિશેષ કાળજી લેવી, સીધા સુર્ય પ્રકાશથી બચો. ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીનાં કપડાંથી શરીર લૂછો, વારંવાર ઠંડુ પાણી પીવું.લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.અસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. તથા બાળકો માટે કેસુડાંના ફુલ તથા લીંમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો હિતાવહ છે એમ જણાવી આ તમામ બાબત અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવા શાળાના શિક્ષકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામના તજજ્ઞ દ્વારા બાળકોને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!