પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના હસ્તે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લુણાવાડા ખાતે લોકાર્પણ લોકાર્પણ

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મહીસાગર નું લુણાવાડા ખાતે લોકાર્પણ કરાયું
અંદાજિત ૧૧૦.૦૦ લાખમાં તૈયાર થયેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે…
તા. ૧૫/૭/૨૪
રિપોર્ટર…..
અમીન કોઠારી = મહીસાગર
રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે લુણાવાડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરાયું. અંદાજિત ૧૧૦.૦૦ લાખમાં તૈયાર થયેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ ,વેઈટીંગ હોલ, કલેકટર રૂમ, મામલતદાર (ડીઝાસ્ટર) રૂમ ,કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવેલ છે.
ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે.
જિલ્લામાં આવતી દરેક આપદાઓથી નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકશે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પુર, ભુકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપતિઓને સમયે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કાર્યશ્રમ કામગીરી થય શકશે. આ ઉપરાંત ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તા મંડળ અસરકારક આપતિ સહાય માટે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીને લગતા સંસાધન સાધનો અને સહાય સુનિશ્ચિત કરવા સંકટકાલીન સમયે સહાય કેન્દ્રોને એકીકૃત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ,પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ,મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા,પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ, ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




