JETPURRAJKOT

આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ૨૨ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા એમ.જી. મોટર્સ પ્રા. લી. માટે તા.૨૨/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત કંપનીમાં કંપની ટ્રે‌ઇનીની જગ્યાઓ માટે પ્રેસ, બોડી, પે‌ઇન્ટ, વ્હીકલ એસેમ્બ્લી, ક્યુ.એ.મેન્ટેનન્સ અને યુટીલિટીઝ વર્ક માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ધોરણ ૧૦ અને COPA સિવાયના તમામ આઈ.ટી.આઈ. ટ્રેડના પાસ થયેલા ૧૮ થી ૨૬ વર્ષની ઉંમરના ઉમેદવારો ભાગ લઈ શકશે. ફ્રી કેન્ટીન અને ટ્રા‌ન્સપોર્ટેશન સહીતની અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર છે. કંપની વિશે વધુ વિગતો www.mgmotor.co.in વેબસાઈટ પરથી મળી રહેશે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – ૫ નંગ, અનુભવના પ્રમાણપત્રો, બાયોડેટા અથવા રીઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા એક સેટ ઝેરોક્ષનો સાથે લાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવો તેમ આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!