GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA)ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ( PLV ) શ્રી પ્રવિણ બરોલિયા અને અનિલ કક્કડના પ્રયાસો થકી તારીખ ૨૩-૦૩-૨૦૨૩ના રોજ આંગણવાડી, છરેડી છાપરા, જી.ઇ.બી. સામે, ગાંધીનગર ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડ એ ઉપરોક્ત મુદ્દા ઉપર પ્રાથમિક માહિતી રજુ કરતા જણાવ્યુ હતુ કે  બાળકોએ માતાપિતાને આદર કરવો, સારા પુસ્તકોનું વાંચન કરવું , દારૂ, સિગારેટ, માવા, તમાકુ અને ગુટકા જેવા વ્યસનો સ્વાસ્થય માટે હાનીકારક છે જેથી જીવન પર્યંત તેનાથી દુર રહેવુ. સંસ્કારની બાબતમાં સતત સજાગ અને સચેત રહી, માતા પિતાની આજ્ઞાનુ પાલન કરવુ, સ્વાવલંબી જીવન જીવવુ, શૈક્ષણિક કારકિર્દી માટે પ્રયત્ન શીલ રહેવુ, આદર્શ વર્તન, એકતા, સાદગી, કુસંગ ત્યાગ, વડીલો નો આદર, અને ચારિત્ર્યવાન બનવું.

મીટીંગમા આવા કંઇક કેટલાય સંસ્કારોનુ સિંચન કરવામા આવ્યુ હતુ. સમગ્ર વિશ્વમા હજુ કોરોના જેવા રોગચાળાના સમાચારો વખતોવખત મળતા રહે છે. જેમાથી ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ બિમારી માટે બાળકો ને જરૂરી માહિતી મળી રહે અને કોરોના સામે સંભાળ લઇ શકે તે હેતુથી વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા, આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; મોઢા પર ઢાંકવાનું માસ્ક પહેરે, બજારૂ ખોરાકથી દુર રહેવુ તેવી સમજ પણ આપવા મા આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!