GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી 

તા.૧૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા રસનું વિતરણ કરવામાં આવ્યું

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની દેશ અને રાજય ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી

 

 

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, દલિત સમાજના લોકો દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવા માટે દિવસભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા, ત્યારે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેતપુર શહેરના દલિત સમાજના વિવિધ વિસ્તારોમાંથી બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, રેલી શહેરના મૂર્ગો ઉપર ફરી હતી, બાદ શહેરમાં સરદાર ગાર્ડન પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પૂર્ણ કરી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દલિત સમાજ તેમજ રાજકીય, સામાજિક આગેવાનો, સહિતમાં લોકોએ ફુલહાર કરી જય ભીમ ના નારા લગાવ્યા હતા,તેમજ જેતપુર જામકંડોણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા એ ખાતે ડો.આંબેડકર જન્મજયંતી નિમિતે યોજાયેલ ભવ્ય રેલીમા ઉપસ્થીત રહીને ડો.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સૌ આયોજકો તેમજ નવયુવાનોને શુભકામનાઓ પાઠવી. રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી અને બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તાર પાસે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા રસનું વિતરણ કરવામાં આવ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!