નવસારી: જલાલપોર તાલુકાનાં અબ્રામાની સરકારી શાળામાં દિગ્વિજય દિવસની ઉજવણી કરાઇ

0
32
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
IMG 20230912 WA0317ડી.એસ.એન્ડ બી.બી સરકારી નમૂનેદાર વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક  શાળામાં તાજેતરમાં દિગ્વિજય દિવસની  ઉજવણી અંતર્ગત ‘યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ’ વિષયક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન સ્વામી વિવકાનંદ ગુજરાત રાજ્ય  યુવા બોર્ડ દ્વારા  કરવામાં આવ્યું હતું.

જેમાં સ્વામી વિવકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વલસાડ, નવસારી ઝોનના સંયોજક હર્ષિતભાઈ દેસાઇ  તથા જલાલપોર તાલુકા સંયોજક જયેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. વકતૃત્વ સ્પર્ધામાં કુલ ૦૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સ્વામી વિવકાનંદનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરાયા હતાં. નિર્ણાયક શિક્ષકો જ્યોતિકાબેન ટંડેલ તથા વિપુલભાઈ પટેલે સેવા આપી હતી. આભારવિધિ સુભાષભાઈ રોહિતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના  શિક્ષિકા દિપ્તીબેન સોલંકીએ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી રજનીકાંત મકવાણાએ સૌને શુભેચ્છા પાઠવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here