વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ખાંભલા તાલુકા પંચાયત સીટના સભ્ય કલ્પનાબેન નરેશભાઈની વરણી કરવામાં આવી. કંડોલપાડાના તાલુકા પંચાયત સીટના ભૂતપૂર્વ સભ્ય સ્વ. સુમનભાઈના સ્થાને તેમની વરણી કરવામાં આવી. વાંસદામાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તેમણે મીઠાઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ શર્મા, સંજય ભાઈ બિરારી કારોબારી અધ્યક્ષ તરૂણભાઈ, ઉપપ્રમુખ માધુભાઈ અને તાલુકા પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની નિમણૂક કરાઈ.