ખેરગામ તાલુકામાં નવનિર્માણ પામનાર શાળાઓના ધારાસભ્ય નરેશભાઈ પટેલ હસ્તે રૂ.૫.૫૭ કરોડના ખાતમુહૂર્ત
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ગૌરી, બહેજ કૃતિખડક ગામ અને ખેરગામ ખાતે પ્રાથમિક શાળાઓમાં ₹૫.૫૭ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર શાળાઓના ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા આ બાબતે નરેશભાઈ એ જણાવ્યું હતું કે નવી શાળા બને ત્યારે તેની કાળજી રાખી ગુણવત્તાયુક્ત બને તેની તકેદારી રાખવી જોઈએ. સમાજના આગેવાનો તેમની પેઢી ઉચ્ચ શિક્ષણ મેળવે અને સમાજમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરે તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ સરકારે શિક્ષણ ઉપર વધુ ભાર આપ્યો છે અને કોઈપણ સમાજમાં શિક્ષણ સિવાય કોઈનું ભલું થવાનું નથી, દરેક બાળક સંસ્કાર સાથે ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે વિદ્યાર્થીઓ માટે પૂરતી નિર્માણ સુંદર અને મજબૂત બને તે માટે ખૂટતી કડી માટે આવનારા દિવસોમાં પૂરતા સહયોગની ખાતરી તેમણે આપી હતી, સરકારી શાળામાં શિક્ષણ મેળવી વિદ્યાર્થી યોગ્યહુન્નર પ્રાપ્ત કરી કોઈ ઉદ્યોગ સાથે જોડાશે તો તે રોજગારી અને સ્વરોજગારી મેળવી પગભર બની શકસે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જેમાં ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, માજી જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રીચુનીભાઇ, તાલુકા સભ્ય લીના અમદાવાદી તાલુકા સભ્ય પૂર્વેશ ખાડાવાલા શૈલેષભાઈ ટેલર ભૌતેશ કંસારા આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા , મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, ખેરગામના ડે.સરપંચ શ્રી જીગ્નેશભાઈ, શાળાના સ્ટાફ, SMC સભ્યો,ગ્રામ પંચાયત સભ્યો હાજરી આપી હતી.