Navsari: જલાલપોર તાલુકાના સીમળગામ ખાતે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ કડોલી -મરોલી વિભાગ આયોજિત પાંચમા કેમ્પમાં 287 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા
માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર ને વરેલી શ્રી સત્યસાઈ સેવા સમિતિ કડોલી-મરોલી વિભાગ ટીમ દ્વારા જલાલપોર તાલુકાના સીમળગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સીમળગામ સહિત આસપાસના ગામોમાંથી 287 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેમાં 160 જેટલા દર્દરીઓને વિનામૂલ્યે ચશ્માં નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે 43 દર્દીઓને મોતિયાંના ઓપરેશન અને 3 દર્દીઓને ઝામર ના ઓપરેશન ની જરૂરિયાત જણાતા તેઓને પણ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ખાતે તબીબી સેવા આપતા ડો. ચેતન મહેતા અને સત્યસાઈ સેવા સમિતિ આયોજિત આ કેમ્પમાં નવસારી આશીર્વાદ હોસ્પિટલના જાણીતા નેત્રરોગ નિષ્ણાંત ડો. નીતિન પટેલ અને તેમની ટીમે સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે સત્ય સાઇ સેવા સમિતિ કડોલી મરોલી વિભાગ ભગવાન શ્રી સત્ય સાઈ બાબા આશીર્વાદથી છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને સમાજમાં આર્થિક રીતે પછાત એવા નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો કરી માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર ને સાકાર કરવાનું કામ કરે છે