NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: નવા ટર્ન ટેબલ લેડર વાહન સાથે નવસારી મહાનગરપાલિકાનું ફાયર વિભાગ વધુ સક્ષમ બન્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ફાયર વિભાગની કામગીરી વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે થઈ શકે તે હેતુથી નવી ટર્ન ટેબલ લેડર વાહનની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ આ વાહન દ્વારા હવે આગ લાગવાની ઘટના સ્થળે તરત પહોંચી બચાવ કામગીરી હાથ ધરવી વધુ સહેલી બનશે. ખાસ કરીને ઊંચી ઇમારતોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે પહેલાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તેને આ નવી સુવિધા કારણે નમાવી શકાશે.

ફાયર વિભાગ માટે મળેલ આ નવી વાહન વ્યવસ્થા વધુ કાર્યક્ષમ કામગીરી માટે સાધનરૂપ સાબિત થશે. આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં કેટલીકવાર મિનિટોની ભૂલ જીવલેણ સાબિત થાય છે ત્યારે સમયસર પહોંચવાનો અને આગ બુઝાવવી રાહત કામગીરી ઝડપી બને તે હેતુસર આ વાહન નવસારી મનપાને સોપાયું છે.

નાગરિકોની સલામતી અને જીવનની રક્ષા માટે NMC સતત નવીન તકનીકોને અનુસરી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આવા સાધનોથી ફાયર વિભાગને વધુ મજબૂત બનાવી આપત્તિના સમયમાં નિભાવવામાં આવતી જવાબદારીને વધુ સારી રીતે નિભાવી શકાય તે માટે પ્રયત્નશીલ છે.

Back to top button
error: Content is protected !!