KHERGAMNAVSARI

ખેરગામના યુવાનોએ હૈદરાબાદ ખાતે અસદુદ્દીન ઓવેસી સાથે મુલાકાત કરી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ: ખેરગામના યુવાન વેપારી શકીલભાઈ શેખ, ફિરોઝભાઈ પેઇન્ટર વોરા, રિઝવાનભાઈ શેખ, હારૂનભાઈ શેખ સહિતના આગેવાનોએ હૈદરાબાદ ખાતે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.યુવાનો ઓવેસીની કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સામાજિક, શૈક્ષણિક તેમજ યુવાનોના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત દેશની વર્તમાન પરિસ્થિતિ, લઘુમતી સમાજના પ્રશ્નો અને યુવાનોની ભૂમિકા અંગે પણ વિચારોની આપ-લે કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનોએ ઓવેસીના માર્ગદર્શન અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી, જ્યારે ઓવેસીએ પણ યુવાનોને સમાજના સર્વાંગી વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવવા તથા શિક્ષણ અને એકતા પર ભાર મૂકવા અપીલ કરી હતી.મુલાકાત અંતે યુવાનોએ ઓવેસીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્મૃતિરૂપે તસવીરો પણ લેવામાં આવી હતી. ખેરગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ મુલાકાત સ્થાનિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની છે.

Back to top button
error: Content is protected !!