વઢવાણના કટુડા ગામ પાસે નર્મદાની કેનાલ છલકાતા ખેતર જળબંબાકાર બન્યા.
નર્મદા વિભાગની બેદરકારીના કારણે રૂ.4 લાખથી વધુનું નુકસાન, ખેડૂતો
તા.25/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નર્મદા વિભાગની બેદરકારીના કારણે રૂ.4 લાખથી વધુનું નુકસાન, ખેડૂતો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામ પાસે રેલવે ફાટક પાસે આવેલું ખેતર અને પસાર થતી નર્મદા કેનાલ અચાનક જ રાત્રિના સમયે થવાના કારણે વહેલી સવારે ખેડૂત જ્યારે ખેતરમાં ગયા ત્યારે પોતાનું ખેતર જળબંબાકાર હોવાના કારણે પોતાના જીવ તાળવે ચોટી ગયા હતા અને તાત્કાલિક નર્મદા વિભાગના અધિકારીઓને જાણકારી આપવામાં આવતા હજુ સુધી આ લખાય છે ત્યાં સુધી નર્મદાના એક પણ અધિકારી કેનાલ સુધી ફરક નથી અને કેનાલમાંથી જળ બંબાકાર રીતે પાણી ખેડૂતોના ખેતરમાં વહી રહ્યું છે અને વાવીલ ખેતરમાં પાકને પણ મોટી માત્રામાં નુકસાન ગયું છે હજુ શિયાળુ પાકનું વાવેતર કર્યું તેને એકાદ માસ કે કોકને 20 દિવસ જેવો સમય થયો છે અને કોઈ ખેડૂતે એકાદ પાણી પાયું તો કોઈ ખેડૂતે બે પાણી પાયા હોવાનું જાણવા મળી રહ્યું છે હજુ ખેતરમાંથી શિયાળુ પાક બહાર પણ નીકળ્યો નથી ત્યાં આ કેનાલ છલકાતા વઢવાણ તાલુકાના કટુડા પાસે આવેલ રેલવે ફાટક પાસે આવેલા ખેતરો હાલમાં જળબંબાકાર બન્યા છે ત્યારે બાજુમાં આવેલા રાજભા જણાવતા હતા કે મેં હજુ અજમો 20 દિવસ પહેલા આવ્યો છે અને બે પાણી પીવડાવ્યા છે ત્યાં ગઈકાલે જ હજુ પાણી પીવડાવ્યું હતું ત્યાં રાત્રિના સમયે જ અચાનક જ નર્મદાની કેનાલો થવાના કારણે જળબંબાકાર ખેતરો થયા છે વાવેલા પાક પણ નષ્ટ ગયા છે જેના કારણે અજમાના પાકને નુકસાન થયું છે અને રૂપિયા ચાર લાખની નુકસાની થવા પામી હોવાનું તેમને વિગતોમાં જણાવ્યું છે ત્યારે નવાઈની વાત તો એ છે કે જે ખેતરમાં નર્મદાના પાણી ફરી વડે છે તે ખેતરમાં મોટી માત્રામાં ખારા સાવાના કારણે બે વર્ષ સુધી ખેતી પણ કરી શકાતી નથી ત્યારે આ રાજભાના ખેતરમાં છ વાર નર્મદાની કેનાલ છલકાણી છે અને છ વાર તેમના પાકનો પણ સફાયો થયો છે એટલે એક વર્ષમાં મોટાભાઈ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલમાં હજુ પણ ખેડૂતોના ખેતરમાં નર્મદા કેનાલ છલકાઈ અને પાણી જઈ રહ્યું છે છતાં એક પણ નર્મદાનું અધિકારી હજુ સુધી નર્મદા કેનાલ ઉપર ફરક્યો નથી અને જાણકારી આપવા છતાં પણ હજુ સુધી એક પણ અધિકારી એક પણ ખેતરની મુલાકાત લેવા માટે કેનાલમાં બે કાંઠે વહેતી હોવાનું અને ઉપરથી બંધ કરાવવાની પણ સૂચના ન આપી હોવાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં વઢવાણ તાલુકાના કટોડા ગામ પાસે આવેલા રેલવે ફાટક પાસેના ખેતરો જળબંબાકાર બન્યા છે ત્યારે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે અને તાત્કાલિક અસરે નર્મદા વિભાગ ઉપર કાર્યવાહી કરી અને વળતર મેળવવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે ખેડૂતોને જાણકારી આપ્યા વગર જ પાણી છોડવામાં આવે છે ત્યારે અવારનવાર આવા પાણી ખેતરોમાં ફરી પડે છે અને ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થતું હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે.