GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન સામેના બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ હટાવી લેતાં વહિવટી તંત્ર માટે રાહતનાં સમાચાર.!!

તારીખ ૧૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસેના રોડ નજીક દબાણો દૂર કરવા પાંચ દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ આજરોજ વીસ જેટલા કેબીનો અને કેબીન ઉપરના છાપરા તથા લારીઓને હટાવી દબાણકર્તાઓએ કરેલા દબાણો જાતે દુર કરતાં વહિવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા ઉપરોકત વીગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે વાતચીત કરતા તેવો એ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઇ થતી ટ્રાફીક ની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણકર્તાઓને દબાણ દુર કવા અંગેની સૂચનાઓ પાંચ દિવસ પહેલા આપવામાં આવી હતી જેને પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓના પાર્કિંગ તેમજ ત્યાં રાખવામાં આવેલ કેબીનો અને કેબીન ઉપરના છાપરા તથા લારીઓને સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદાર ની સુચના ધ્યાને લઇ વીસ જેટલા દબાણકર્તા ઓએ કરેલા દબાણો પોતપોતાના કેબીનો અને લારીઓ જાહેર રસ્તાની બાજુ પર કરવામાં આવેલ દબાણ જાતે હઠાવી લેવામાં આવ્યા હતા. આમ,બિનઅધિકૃત દબાણો દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દુર કરવામાં આવતા વહિવટી તંત્ર માટે રાહતનાં સમાચાર સામે આવ્યા અને દબાણ શાખા દ્વારા દબાણો હટાવવામાં આવશે તેવી લોકોમાં રહેલી ઉત્સુકતાનો અંત આવ્યો હતો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button