GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પંચમહાલ જીલ્લા સહકારી સંઘ મા કાલોલ વિભાગ મા ડિરેક્ટર તરીકે પાટીદાર અગ્રણી નીરવ પટેલ વિજેતા જાહેર.
તારીખ ૧૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રામનાથ ગામના અગ્રણી અને પાટીદાર સમાજના અગ્રણી નીરવભાઈ પટેલ આજ રોજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના વ્યવસ્થાપક કમિટી ની ચૂંટણીમાં જાહેર થયેલ પરિણામ માં કાલોલ વિભાગ (૬ એ ૫) (સેવા સહકારી મંડળીઓ ખેતી વિષયક મંડળીઓ,વૃક્ષ ઉછેર,તેલીબીયા, શાકભાજી પશુપાલન વિગેરે મંડળીઓ,ખરીદ વેચાણ સંધો,ગ્રાહક ભંડારો,રૂપાંતર મંડળીઓ અને પિયત મંડળીઓ વિભાગ)મા તેમના નિકિટતમ પ્રતિસ્પર્ધી જયંતીભાઈ વલ્લભભાઈ પટેલ ને હરાવી વિજેતા બન્યા છે જયંતીભાઈ ને ૨ મત મળ્યા હતા જ્યારે નીરવભાઈ ને ૪ મત મળ્યા અને ૨ મતો અમાન્ય ઠરાવ્યા હતા. નીરવભાઈ પટેલ વિજયી જાહેર થતા તેઓને શુભેરછાઓ આપી હતી.