GUJARATKUTCHNAKHATRANA

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે પ્રેરણાસ્રોત મહિલાઓનુ સન્માન નિરોણા બાલિકા પંચાયત સરપંચની કામગીરીને સન્માનિત કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૧ માર્ચ : જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે પ્રેરણારૂપ બનેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સમાજ વિકાસ, શિક્ષણ, સ્વ-સહાય પ્રવૃત્તિઓ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર મહિલાઓને પ્રશંસા સાથે સન્માનિત કરવામાં આવી.આ અવસરે સારસ્વતમ્ સંચાલિત પી. એ. હાઇસ્કૂલ, નિરોણાની વિધાર્થીની તથા હાલે નિરોણા બાલિકા પંચાયતના સરપંચ વંશી ભાનુશાલી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી. તેમની શાળા કક્ષાની શિક્ષણથી લઇને ઇતર પ્રવૃત્તિઓ સુધીની શ્રેષ્ઠ કામગીરી તેમજ હાલમાં તેમની આગેવાની હેઠળ બાલિકા પંચાયત દ્વારા ગામમાં જાગૃતિ, બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે કરવામાં આવેલા વિશેષ પ્રયત્નોને અધિકારીઓએ વખાણ્યા હતા.કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી દિકરીઓ સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેમના કાર્યોથી અન્ય મહિલાઓને પણ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. જિલ્લાના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.આ અનેરી સિધ્ધિ બદલ શાળા અને ગામમનુ નામ રોશન કરવા બદલ ગામના સરપંચ નરોત્તમભાઇ આહિર, શાળાના આચાર્ય શ્રી ડૉ વિ. એમ. ચૌધરી , ગ્રામજનો તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

Back to top button
error: Content is protected !!