સુરેન્દ્રનગર રતનપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કુલ છાત્રાલયના કર્તાહર્તાને નોટીસ પાઠવાઇ
ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણું, માખી પડતી હોવાથી ફરીયાદ ઉઠી

તા.30/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણું, માખી પડતી હોવાથી ફરીયાદ ઉઠી
રતનપરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કૂલ છાત્રાલય સંભાળનારને સમયસર કામગીરી નહી કરતા હોવાના બહાને નોટીસ પાઠવાતા અનેક તર્ક વિતર્કો સેવાઇ રહયા છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણુ, માખી પડતી હોવાની અમુક વખત ફરીયાદ ઉઠતી હોય છે પરંતુ વિદ્યાર્થીઓને ત્યાં જ રહેવાનુ હોવાથી ખુલીને બોલી શકે નહી એવામાં ગુરૂકુળના સંચાલક આનંદ સ્વામીએ છાત્રાલય અને સ્કૂલ બંન્નેમાં જવાબદારી સંભાળતા કૌશીકભાઇને લેખીતમાં નોટીસ પાઠવી છાત્રાલયમાં સમયસર કામગીરી નહી થતી હોવાનું જણાવી સમયસર હાજર ના રહી શકતા હોય તો બહાર વ્યવસ્થા કરી લેવા પણ જણાવ્યુ છે બીજી તરફ સમયસર ન આવવા જેવી બાબતમાં સંસ્થાના પ્રતિનીધીને મૌખીક પણ સુચના કે ઠપકો આપી જ શકાય પરંતુ ભોજનમાં ધ્યાન નહી આપતા હોવાના કારણે નોટીસ આપી હોવાનું મનાઇ રહયુ છે હવે નોટીસ બાદ શુ કાર્યવાહી થાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં માખી પડતી હોવાની અમુક વખત ફરીયાદ ઉઠતી હોય છે પરંતુ વિદ્યાર્થીઓને ત્યાં જ રહેવાનુ હોવાથી ખુલીને બોલી શકતા નથી આનંદ સ્વામીએ જણાવેલ કે કૌશીકભાઇ સ્કૂલમાં સમયસર કામગીરી સંભાળે છે પરંતુ છાત્રાલયની કામગીરીમાં સમયસર કામગીરી નહી સંભાળતા હોવાથી નોટીસ પાઠવી છે પરંતુ કોઇક દિવસ છોકરાઓ જમતા હોય અને ઉડતી ઉડતી માખી મચ્છર પડયુ હોય પણ નોટીસને ભોજનમાં માખી સાથે કોઇ લેવા દેવા નથી.




