GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાના માંડવી રૂરલના સરકારી સર્વે નંબર ૩૭૦ પૈકીમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુક્ત કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માડવી કચ્છ.

માંડવી, તા-02 મે : સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે આજરોજ તા.૦૨/૦૫/૨૦૨૫ ના માંડવી તાલુકાના મોજે માંડવી રૂરલ વિસ્તારના સરકારી, સિટી સર્વે અને નેશનલ હાઈવે હસ્તકની સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ -બાંધકામ દૂર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી માંડવી તથા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શીયલ દબાણ – બાંધકામને આજરોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છ ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી, મુંદરાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી, માંડવી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, માંડવી, નાયબ મામલતદારશ્રી, દબાણ-માંડવી, સર્વેયરશ્રી સિટી સર્વે કચેરી, માંડવી, નગરપાલિકા-માંડવી, નેશનલ હાઈવે વિભાગના ઈન્જીનીયરશ્રી, માંડવી તથા પોલિસ ઈન્સ્પેક્ટરશ્રી, માંડવી તેઓની ટીમ તથા પીજીવીસીએલ ટીમની હાજરીમાં આ જમીન દબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી,સરકારી સર્વે નંબર દબાણનો પ્રકાર દબાણનું ક્ષેત્રફળ  કોમર્શીયલ દબાણ કુલ -૭૫૫,આ કામગીરી બાદ કુલ અંદાજીત ૭૫૫ ચોમી અને અંદાજે કિંમત જંત્રી મુજબ ૫૪,૩૬,૦૦૦/- (અંકે રૂપીયા ચોપન લાખ છત્રીસ હજાર) ની જમીન દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી તેવું પ્રાંત અધિકારીશ્રી મુંદરા-કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!