
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૩૧ મે : શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ સંચાલિત “માં બાપ નું ઘર” આશ્રમ ખાતે ઈદ પર્વ નિમિત્તે સહકાર સેવા મંડળ દ્વારા આશ્રમના તમામ આશ્રિતો માટે વિશિષ્ટ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજસેવી અને આગેવાનો તરીકે અહમદભાઈ જત (સામાજિક આગેવાન ), માલસીભાઈ માતંગ (માજી કાઉન્સિલર), તેમજ હાજી અલી નવાઝી અને ઝહીરભાઈ સમેંજા પ્રમુખ, સહકાર સેવા મંડળ ભુજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા આશ્રમના આશ્રિતો સાથે પ્રેમ અને લાગણીપૂર્વક મુલાકાત કરી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સહકાર સેવા મંડળ દ્વારા પીરસાયેલ વિશિષ્ટ ભોજનથી આશ્રિતોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ માનવસેવા અને નિરાધાર લોકો પ્રત્યે પ્રેમભાવ જાળવી સમાજમાં સેવા કાર્યને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા સહકાર યુવક મંડળ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોના આ સેવાકીય સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



