GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળીના ભવાનીગઢ રોડ પર તંત્ર દ્વારા સફાઈ અભિયાન અકસ્માતની ભીતિ વચ્ચે માર્ગને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ

તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભવાનીગઢ ગામ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પરના ખાડા તેમજ સાઈડમાં જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે ભવાનીગઢથી પસાર થતો આ મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ અને માર્ગની બંને બાજુએ માટીના થર જમા થઈ ગયા હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થિતિ અકસ્માતને નિમંત્રણ આપતી હતી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો? ભવાનીગઢ રોડ પર જેસીબી અને શ્રમિકોની મદદથી રોડ સાઈડની માટી દૂર કરવાનું અને સફાઈ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે માર્ગની બંને બાજુએ યોગ્ય બુરાણ કરવામાં આવતા હવે વાહન ચાલકો માટે રસ્તો પહોળો અને સુરક્ષિત બન્યો છે તંત્ર દ્વારા લેવામાં આવેલા આ ત્વરિત પગલાંનું સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ સ્વાગત કર્યું છે લોકોનું કહેવું છે કે જો આ પ્રકારે સમયસર મેન્ટેનેન્સ કરવામાં આવે તો અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે માત્ર અત્યારે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ આ માર્ગની જાળવણી નિયમિત રીતે કરવામાં આવશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!