GUJARATKUTCHMANDAVI

સાંસદ વિનોદભાઇ ચાવડા ના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર, શુભેચ્છકો દ્વારા કચ્છ ભરમાં સેવા કાર્યો નું આયોજન. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૫ માર્ચ : કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટે નો સંકલ્પ દિવસ એટલે જન્મ દિવસ કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠન ના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમના જ સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ, લોકસભા પરિવાર, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યો નું આયોજન કરવામાં આવેલ છે.

રાજય અને રાષ્ટ્ર તેમજ દીન: દુખીઓની ઇન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવન પથ ઉજાગર કરો એવિ ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધન સહાય, અતિ કૂપોષીતો ને સુપોષિત કીટ વિતરણ ગાયોને નીરણ, હોસ્પિટલો માં ફ્રુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ, વિકલાંગ શાળામાં ૧૫૦ થી વધુ દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયો માં ભોજન, સેવા અને સમર્પણ – લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી સાંસદશ્રી ના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ ના સૌજન્ય થી તેમના જન્મદિને “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન – ૩, ની શુભ પ્રારંભ સાથે ૫૦૦ થી વધારે ટીમો વચ્ચે ૩ માસ થી વધુ સમય ઓપન કચ્છ ડે – નાઈટ ક્રિકેટ મેચો રમાશે કચ્છના દરેક તાલુકાઓમાં તેમના જન્મદિવસે વિવિધ સેવા કાર્યો કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!