BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના નિકોરામાં પ્રેમલગ્ન મુદ્દે ધીંગાણું, વીડિયો:કપલ પરત ફરતાં જ બંને પક્ષના લોકો વચ્ચે લાકડી અને ધોકા સાથે મારામારી, ક્રિકેટ બેટથી પણ બેટિંગ કરાઈ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમલગ્નને પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ ઘટનાએ ગામમાં ઉગ્ર હંગામો સર્જ્યો છે, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારીના બનાવો બન્યા છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રેમપંખીડા લવમેરેજ બાદ ઘરે પરત ફરતા ધીંગાણું સર્જાયું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. ગામના યુવકે ગામની જ યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો હતો. પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી. યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ શરૂ થયો હતા, જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયા છે, જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતાં જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થતાં સમગ્ર મામલે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. મારામારીમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આ ઘટનાએ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જ્યો છે, પરંતુ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.

Back to top button
error: Content is protected !!