કાલોલ ખાતે વડસાવિત્રીના વ્રત નિમિત્તે સોભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત એનએમજી હોસ્પિટલ લાલ દરવાજા રોડ પ્રસુતિ ગૃહ પાસે વડસાવિત્રી વ્રતનો તહેવાર ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો.જ્યાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી વડના વૃક્ષ નીચે પૂજા અર્ચના કરી અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી
આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય, આરોગ્ય અને ધન-સંપદા માટે આ વ્રત કરતી હોય છે. પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે અને 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે. વડસાવિત્ર વ્રત હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ સાવિત્રીની પુણ્યાયિ અને પતિસૌભાગ્ય માટેનું મહત્વ ધરાવતું તહેવાર છે અને આ તહેવાર પર ભારતીય સ્ત્રીઓ પતિના કલ્યાણ માટે ઉપવાસ રાખી વડવૃક્ષની પૂજા કરે છે.