કાલોલ ના જંત્રાલ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઇક પર સવાર ત્રણ પૈકી એકનું મોત.
તારીખ ૨૧/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જંત્રાલ ગામે અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે ચલાવીને બાઈક પર જંત્રાલ જતા પતિ-પત્ની સહિત નવ વર્ષીય પૌત્રી ને અડફેટે લીધા હતા જ્યાં ગંભીર ઇજાઓ થતાં તે પૈકી પતિ નું સારવાર દરમિયાન મોત થયું હતું અને પત્ની અને પૌત્રી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગતરોજ મંગળવારે સોખડા ગામેથી જંત્રાલ ગામના ફતેસિંહ કનુભાઇ પરમાર અને પત્ની વિધ્યાબેન ફતેસિંહ પરમાર અને પૌત્રી બાઇક પર બેસીને જંત્રાલ જતા ત્રણેય જણને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફતેસિંહ કનુભાઇ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું અને મરણ જનાર ફતેસિંહ ની પત્ની વિધ્યાબેન અને પૌત્રી ને ઓછી વતી ઇજાઓ પહોંચતા દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ મામલે મરણ જનાર ના પુત્ર મહેશભાઇ ફતેસિંહ પરમાર દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.