GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મોટર સાયકલ વાહનો માટે GJ-03-NQ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઓનલાઈન રી-ઓકશન ૩ જુલાઈથી શરુ કરાશે

તા.૨૭/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ વાહનો માટે GJ-03-NQ સીરીઝનું રી-ઓકશન તા. ૩ જુલાઈ, ૨૦૨૪થી શરુ કરાશે. આ સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઇચ્છુકે ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

રી-ઓકશનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માટે તા. ૩/૭/૨૦૨૪ના સાંજે ૪ કલાકથી તા. ૯/૭/૨૦૨૪ના સાંજે ૪ કલાક સુધી ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા. ૯/૭/૨૦૨૪ના સાંજે ૪:૧ કલાકથી તા. ૧૧/૭/૨૦૨૪ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઓકશન ચાલુ રહેશે. બિડિંગ પ્રક્રિયા પુર્ણ થયા બાદ તા. ૧૧/૭/૨૦૨૪ના રોજ સાંજે ૪:૧૫ કલાકે પરિણામ ઓનલાઈન જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન કરાવવા ઉમેદવારે સૌ પ્રથમ parivahan.gov.in પર જઈ ઓનલાઇન સર્વિસ પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરી પબ્લિક યુઝર પસંદ કરી આઈ. ડી બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ફી ભરાયા બાદ હરાજીમાં ભાગ લઈ, હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. જે બાદ આર.ટી.ઓ.ની અપ્રૂઅલ લઈ નંબર મેળવવાનો રહેશે.

વધુમાં, વાહનનું રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજીયાત છે. સમયમર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button