GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓની રદીપસ્તી ઉપાડવાનો ઈજારો મેળવવાની તક

જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓની રદીપસ્તી ઉપાડવાનો ઈજારો મેળવવાની તક
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં આવેલ તમામ સરકારી તથા નિગમ સહિતની અર્ધ સરકારી કચેરીઓમાંથી અ-બ-ક શ્રેણીની રદીપસ્તી ઉપાડવા માટે કરાર ખત થવાની તા.૩૧-૧૨-૨૦૨૪ સુધીની મુદત માટેનો સ્થાનિક ઇજારાદારને વાર્ષિક ઈજારો આપવાનો થાય છે.
વર્ગીકરણ કરેલ શ્રેણીની રદી પસ્તી ઉપાડવા અંગે રસ ધરાવતા સ્થાનિક ઈસમોએ શ્રેણીવાર ક્વિન્ટલ દીઠ ખરીદ કિંમત દર્શાવીને ભાવ પત્રક નિયત નમૂનામાં શીલ બંધ કવરમાં રજીસ્ટર એ.ડી.થી મોડામાં મોડા તા.૨૬-૧૨-૨૩ ના રોજ ૧૬ કલાક દરમિયાન કલેકટર કચેરીને મળે તે રીતે મોકલી આપવાના રહેશે.
અ – શ્રેણીના દરેક જાતના કોરા જૂના ફોર્મ્સ તથા દૈનિક છાપાઓ તથા પ્રકાશનો, બ- શ્રેણીના સરકારી કચેરીઓની જૂની રદી ફાઈલો તથા અન્ય જૂનું રેકર્ડ અને ક-શ્રેણીનું ફાઈલોમાંથી નકામા પડતા કાગળોના ટુકડા તથા અન્ય પરચુરણ કાગળોના ટુકડાના ભાવ દરેક એક ક્વિન્ટલ (૧૦૦ કિલો) દીઠ ભરવાના રહેશે. આ માટેની વધુ શરતો અને વિગતવાર જાણકારી કલેકટર કચેરી, નાયબકલેક્ટરની કચેરી, મામલતદારની કચેરી અને નાયબ માહિતી નિયામકની કચેરીના નોટીસ બોર્ડ ઉપરથી જાણી શકાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!