GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન

તા.20/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને સહકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર જીલ્લા શાખા દ્વારા તા ૧૯/૧૦/૨૦૨૪ ના શનિવારના રોજ રેડક્રોસ ભવન, અજરામર કોમ્પલેક્સ, ખાતે આંખો ની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૫૦૦થી પણ વધારે વ્યક્તિઓએ લાભ લીધેલ હતો તેમાંથી ૪૫૦ વ્યક્તિને નંબર વાળા ચશ્માં આપ્યાં હતાં આ કેમ્પમાં સુરેન્દ્રનગર ધુધરેજ વઢવાણ નગરપાલીકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા રેડક્રોસના ચેરમેન કલ્પેશભાઈ સંઘવી, વાઇસ ચેરમેન નલિનભાઈ મેહતા, સેક્રેટરી રતિભાઈ ભડાણીયા, ટ્રેજરર્ જસવંતભાઈ દોસી, કિરીટભાઈ ત્રિવેદી, પૂર્ણાંકભાઈ શાહ, નીરવભાઈ શાહ, કેયુરભાઈ કોઠારી, રાજુભાઈ પારેખ, પ્રોજેક્ટ ચેરમેન અશ્વિનભાઈ પારેખ અને જીગ્નેશભાઈ સંઘવી તેમજ કારોબારી સભ્યોએ આ કેમ્પ સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!