HALOLPANCHMAHAL

ગોધરાનો યુવક નવું લેપટોપ લેવા માટે વડોદરા જતો હતો દરમ્યાન સ્કૂટર સ્લીપ ખાઇ જતા નડ્યો અકસ્માત,108 ના કર્મચારીઓએ યુવક પાસેની રોકડ રકમ તેના પિતાને સોંપી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૬.૨૦૨૪

હાલોલ વડોદરા રોડ ઉપર આનંદપુરા ચેકપોસ્ટ પાસે આજે સવારે એક એકટીવા સ્લીપ ખાઈ જતા, ચાલક ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.એકટીવા ચાલક પાસે તેની બેગમાં રહેલું મોંઘુ લેપટોપ અને 01 લાખ 04 હજાર રૂપિયા રોકડા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફે સાચવી રાખી ઇજાગ્રસ્ત યુવકના પિતાને સુપ્રત કરી કર્મયોગી કર્મચારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ગોધરાના બામરોલી રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા તપન સોની કે જેઓ જરોદ પાસે આવેલી આઇટીએમ કોલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનર નો અભ્યાસ કરે છે, તેઓ આજે સવારે એકટીવા સ્કૂટર લઈ ગોધરાથી કોલેજ જઈ રહ્યા હતા.અને ત્યાંથી નવું લેપટોપ લેવા માટે વડોદરા જવાનું હોય ઘરેથી તેમની લેપટોપ બેગમાં 01 લાખ 04 હજાર રોકડા લઈને નીકળ્યા હતા.ત્યારે તેઓની એકટીવા હાલોલ નજીક આનંદપુરા ચેકપોસ્ટ પાસે સ્લિપ ખાઈ જતા થયેલા અકસ્માત માં તર્પણ સોની ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત ની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા હાલોલ ની 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત તપનને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સુવડાવી ત્યાં રોડ ઉપર પડેલી તેની બેગ લઈ તેમાં જોતા લેપટોપ અને તેની સાથે રોકડા રૂપિયા જણાઈ આવતા હાલોલ 108 એમ્બ્યુલન્સ ના ચાલક સંજયભાઈ સોલંકી અને ચંદ્રિકા બેન ઇએમટી એ ઇજાગ્રસ્ત તપનને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવી તેના પિતા સાથે વાત કરી તેઓનું લેપટોપ અને રોકડા રૂપિયા તેમની પાસે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું, પુત્રના અકસ્માતની જાણ તેના પિતા નયનભાઈ સુરેશચંદ્ર સોનીને થતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તેમને તેમના દીકરાનું લેપટોપ અને 01 લાખ 04 હજાર રૂપિયા રોકડા સોંપતા નયનભાઈ સોનીએ આ સાચા અર્થમાં કર્મયોગી કર્મચારીઓનો દિલથી આભાર માન્યો હતો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button