HALOLPANCHMAHAL

હાલોલ-ખંડીવાળા નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક-યૂવતીએ ઝંપલાવ્યુ,હાલોલ ફાયર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૬.૨૦૨૪

હાલોલ વડોદરા હાઇવે પર ખંડીવાળા પાસેથી પસાર થતી નર્મદાની મેન કેનાલમાં હાલોલ નગર ની સગીર છોકરી અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવકે બંને સાથે કેનાલ ની પાસે ચંપલ મૂકી કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર જંપલાવી દેતા બંને ના પરીવાર જણો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવ અંગેની જાણ પોલીસ તેમજ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી કેનાલના પાણીમાં તેમની શોધખોળ આરંભી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ઉજેતી ગામ નો અને હાલમાં આઈટીઆઈ માં અભ્યાસ કરતો. ૧૯ વર્ષ નો યુવક અને હાલોલ ની ૧૭ વર્ષ ની સગીર અને હાલોલ ની એક શાળામાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી છોકરી બંને આજે સવારે પોતાના ઘરેથી ૯ થી ૧૦ વાગ્યાના સમયગાળામાં પોતાના ઘરેથી નીકળ્યા હતા. બંને જન સાથે હાલોલ વડોદરા હાઇવે પર ખંડીવાળા પાસેથી પસાર થતી નર્મદાની મેન કેનાલમાં સરનેજ નજીક આવેલ ગેટ પાસે કેનાલ ની પાર ઉપર ચંપલ કાઢી કેનાલના વહેતા પાણીમાં આત્મહત્યા કરવાના ઇરાદે કૂદી પડ્યા હતા. બનાવ ને પગલે ઘટના સ્થળે લોકટોળા થઇ ગયા હતા.બનાવ સ્થળે જામેલા લોકટોળામાં થી જાણવા મળેલ માહિતી મુજબ બન્ને કેનાલના પાણીમાં કૂદી પડ્યા બાદ બચાવો બચાઓ ની બૂમો પડતા. કોઈ રાહદારીએ તેમને બચવાનો પ્રયત્ન પણ કર્યો હતો રાહદારીને નજીકમાંથી મળી આવેલ વાયર નો ટુકડો નાખ્યો હતો તે યુવકે પકડી પણ લીધો હતો. પરંતુ સગીરા પાણીના વેનમાં તણાતી હતી અને બંને ના હાથ ઓઢણી જેવા કોઈ કપડાથી બાંધેલા હોવાથી યુવક પણ તેની સાથે પાણીના વેનમાં ગરકાવ થઇ ગયો હતો.અને તેને બચાવી શક્યો ન હતો તેમ જાણવા મળી આવ્યું હતું.જ્યારે બનાવ ની જાણ બંને ના પરીવારજનોને થતા તેઓ તેમના સગા સંબંધી ઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવ અંગે પોલીસ તેમજ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી. કેનાલના પાણીમાં તેમની શોધખોળ આરંભી છે.આ બંને એક બીજા ને કેવી રીતે ઓળખતા હતા ? આ બંનેવે આવું પગલું કેમ ભરવું પડ્યું ? તેવા અનેકે પ્રશો પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે જોકે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણ હોય તેમ લાગી રહ્યું છે. જે હોય તે પરંતુ હાલ તેઓની શોધખોળ હાલોલ ફાયર ફાઈટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button