KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર ખાતે વૈષ્ણવાચાર્ય ની ઉપસ્થિતીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમા 134 દર્દીઓએ લાભ લીધો

 

તારીખ ૩૦/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલ ની રાધા ગોપી હોસ્પિટલ ખાતે મંગળવાર ના રોજ સવારે ૧૦ થી ૧૨ ના સમય ગાળામાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ મા નિષ્ણાત ફિઝિશિયન, જનરલ પ્રેક્ટીસનર અને પેથોલોજીસ્ટ, બાળકોના નિષ્ણાત, સ્ત્રી રોગ, દાંત, કાન વિગેરે ના ડોકટરો હાજર રહ્યા હતા.પૂ મહારાજશ્રી એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુક્યો લેબ ટેકનીશ્યન ખુશ્બુ દેસાઈ, બાળકોના ડોક્ટર ચેતન ચાવડા, સ્ત્રી રોગના ડો હસમુખ શાહ, ડેન્ટિસ્ટ મિતુલભાઈ શાહ, સંજીવની હોસ્પિટલના ડોક્ટર વનરાજસિંહ ગોહિલ, માં હોસ્પિટલ ના ડોક્ટર વિજય પટેલ, ડો દર્શ ચૌધરી કાનની બહેરાશના, હાડકા ના ડોક્ટર વિજય પાટીદાર, આંખ ના નંબર ની તપાસ સમીર ચશ્મા વાળા મુકેશભાઈ સોની એ સેવાઓ આપી હતી. જેમાં કુલ મળીને ૧૩૪ દર્દીઓ નોંધાયા હતા.

Back to top button
error: Content is protected !!