
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી, શ્રી નવચેતન હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા
અરવલ્લી જિલ્લામાં 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શામળાજી તાલુકાની સર્વોદય આશ્રમ શાળા તેમજ ભિલોડા તાલુકાના કિશનગઢ સ્થિત શ્રી નવચેતન હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.કાર્યક્રમનું આયોજન ડૉ. ધવલ ગઢવી, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા તથા ડૉ. શ્રીકાંત, નાયબ વન સંરક્ષક, અરવલ્લી વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્યકક્ષાના મંત્રી માનનીય પી.સી. બરંડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક સહિત શામળાજી અને ભિલોડા તાલુકાના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉજવણી દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, ગ્રામજનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વિસ્તરણ વિભાગ તેમજ ક્ષેત્રીય વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



