KALOL(Panchamahal)PANCHMAHAL

કંડાચ નજીક નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ગાય મળી આવતા બે શખ્સો સામે કાલોલ પોલીસમાં ફરિયાદ.

 

તારીખ ૨૧/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના કંડાચ ગામ નજીક નદીના પુલ પાસેથી નંબર પ્લેટ વગરની સેન્ટ્રો ગાડીમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવતા ચકચાર મચી છે. આ મામલે કંડાચ ગામના વકીલ હિરલકુમાર ગોહીલે બે શખ્સો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ ની વિગત જોતાં તારીખ ૧૯/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રે દસેક વાગ્યે હિરલકુમાર ગોહીલ, ધવલસિંહ ગોહીલ, જયપાલસિંહ રાઠોડ અને મહીલપાલસિંહ ગોહીલ ચારેય જણા સગનપુરા ગામે ચૂંટણી પ્રચારની મીટીંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. કંડાચ નદીનો પુલ પસાર કર્યા બાદ રોડ પર નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી ઉભી હતી અને બે શખ્સો શંકાસ્પદ હાલતમાં વાતો કરતા હતા જ્યાં શંકા જતાં તેઓએ ગાડી રોકી તપાસ કરતા બંને શખ્સોની ઓળખ સલમાન ફારુક પાડવા રહે. વેજલપુર અને ઈરફાન ઉર્ફે નાનો અબ્દુલમજીદ પાડવા રહે. ગોધરા તરીકે થઈ હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ બંને શખ્સો અવારનવાર કાલોલ કોર્ટમાં મુદતે આવતા હોવાથી તેઓ તેમને ઓળખે છે. પૂછપરછ કરતા બંનેએ ગાડી બગડી હોવાનું જણાવ્યું હતું.જ્યારે ફરિયાદી પક્ષ ગાડી ચેક કરવા ગયો ત્યારે બંને શખ્સો અંધારાનો લાભ લઈ નદી તરફ ભાગી છૂટ્યા હતા. ગાડીમાં તપાસ કરતા વચ્ચેની સીટો કાઢી નાખેલી હતી અને એક સફેદ ગાયને ટૂંકા દોરડા વડે ગળા અને પગેથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી.ફરિયાદી અને તેમના સાથીઓએ ગાયને છોડાવીને ઘરે લઈ જઈ ઘાસ-પાણીની વ્યવસ્થા કરી હતી. સેન્ટ્રો ગાડીના એન્જીન નંબર G4HGBM892377 અને ચેચીસ નંબર MALAA51HR6M911964 નોંધી, ટ્રેક્ટર વડે કાલોલ પોલીસ સ્ટેશન લાવતી વખતે દોરડું તૂટી જવાથી ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી,જોકે મોટું નુકસાન થયું ન હતું.ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓ ગાયને કતલ કરવાના ઇરાદે લઈ જતા હોવાની આશંકા છે. ગાયની કિંમત રૂ. 20,000 અને સેન્ટ્રો ગાડીની કિંમત રૂ. 1,00,000 મળી કુલ રૂ. 1,20,000 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!