કાલોલ શહેર ની એમ.એમ.ગાંઘી કોલેજમાં માનસિક આરોગ્ય વિષય પર વ્યાખ્યાન યોજાયું
તારીખ ૨૫/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એમ એમ.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલ એનએસએસ યુનિટ દ્વારા ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા એ જ સેવા વિષય અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા તેમજ સંસ્કાર સ્વચ્છતા ને અનુલક્ષીને વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું જેમાં કોલેજના આચાર્ય ડૉ.કિશોરભાઈ વ્યાસ,સિનિયર પ્રોફેસર આઈ.પી.મેકવાન, એનએસએસ કોર્ડીનેટર પ્રોફેસર મયંકભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહી વ્યાખ્યાને માણ્યું હતું. પ્રોફેસર આઈ.પી.મેકવાન પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વ્યક્તિ જે કંઈ ક્રિયા કરે છે એ ક્રિયા મન સાથેની હોય છે.મનના વિચારોને સંયમ રાખવા ખૂબ જ જરૂરી છે અસંયમીત જીવન એ શારીરિક નુકસાન પહોંચાડે છે કાર્યક્રયના મુખ્ય વક્તા ડૉ.હરેશભાઈ બી સુથારે માનસિક આરોગ્ય વિષય પર સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ખ્યાલ ને રજૂ કર્યો હતો.વિશેષ વક્તવ્ય જણાવ્યું કે આપણે ઘરનું આંગણું સ્વચ્છ રાખીએ છીએ તેવી જ રીતે મનની સ્વચ્છતા એટલી જ જરૂરી છે.દરેક સમસ્યાઓનું મૂળ મન છે. મન જેટલું પવિત્ર અને શુદ્ધ હશે તેટલી જ સમસ્યાઓ ઓછી રહેશે અને વ્યક્તિ સમૃદ્ધિના શિખરો પ્રાપ્ત કરી શકશે.