KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજાયુ
તારીખ ૧૪/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુરૂવાર ના રોજ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાલોલના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાઇવે ઉપરના ટ્રાફિક તેમજ શહેરમાં ટ્રાફિકને અસર કરતા દબાણો અંગેના સુચનો કરવામાં આવ્યા હતા. રોંગ સાઈડ ઉપર જતા વાહનચાલકો અંગે સૂચન કરવામાં આવ્યા હતા હાલમાં ચોર આવ્યા હોવાની વ્યાપક અફવાઓ ચાલી રહી છે તે અંગેના પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.પોલીસ પેટ્રોલિંગ અંગે ના સુચનો કર્યા હતા.જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. કાર્યક્રમમાં કાલોલના સિનિયર પીઆઇ આરડી ભરવાડ,પીઆઈ પી વી વાઘેલા,પીએસઆઈ એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.