કાલોલ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
તારીખ ૧૯/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયતની કચેરી ખાતેના સભાખંડમાં ગતરોજ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકા પ્રમુખ સવીતાબેન રાઠવા તથા કાલોલ તાલુકા વિકાસ અધિકારી જયદીપસિંહ ઠાકોર,કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મિનેશ દોશી અને સીડીપીઓ શારદાબેન વિંજ સહિત અન્ય કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટી એચ આર માંથી બનેલ વાનગીઓ તથા મીલેટ્સમાંથી બનેલ વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કાલોલ ઘટક એકમાંથી ટી એચ આર માં બનેલ વાનગી વિજેતાઓને અને મીલેટ્સમાંથી બનેલ વાનગીઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ પૌષ્ટિક વાનગી સ્પર્ધા સ્પર્ધામાં ટોટલ 54 સ્પર્ધકોએ ભાગ લઇ વિવિધ વાનગીઓ બનાવીને લોક જાગૃતિના પ્રયાસ કરી અલગ-અલગ વાનગી બનાવી ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિજેતાને ઉપસ્થિત મહાનુભાવોનું દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.