KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં આગામી તહેવારો શાંતિથી ઉજવવા DySP નવીન આહિરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

તારીખ ૨૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ અને ઈદે મિલાદ જેવા ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક ડીવાયએસપી નવીન આહિરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં પીઆઈ આર. ડી. ભરવાડ તથા પીએસઆઈ એમ. આર. મોહનીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં કાલોલ શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો તેમજ ઈદે મિલાદ કમિટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીવાયએસપી નવીન આહિરે તમામ ગણેશ મંડળોના આયોજકોને વહીવટી તંત્ર પાસેથી નિયમ મુજબની મંજૂરી મેળવી લેવા સૂચના આપી હતી. આ ઉપરાંત, વિસર્જન યાત્રા દરમિયાન સલામતીના પૂરતા પગલાં ભરવા, માર્ગદર્શન મુજબ સાઉન્ડ સિસ્ટમ/સ્પીકરનું વોલ્યુમ મર્યાદિત રાખવા અને પંડાલોમાં પોતાના સ્વયંસેવકો તેનાત કરવા જણાવાયું હતું. કોઈપણ કટોકટી કે અણબનાવને પહોંચી વળવા માટે એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડ વિભાગનો પણ સંપર્ક જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી.બીજી તરફ, ઈદે મિલાદના જુલૂસ દરમિયાન પણ શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે કમિટીના આયોજકોને પૂરતી સંખ્યામાં સ્વયંસેવકો રાખવા અને પોલીસ તંત્રને સહયોગ આપવા તાકીદ કરવામાં આવી હતી. તમામ તહેવારો કાલોલ શહેરમાં શાંતિ અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!