KALOL(Panchamahal)PANCHMAHAL

ઉનાળા વેકેશન દરમિયાન ટીંબાગામ પ્રાથમિક શાળામાં સમર કેન્પ યોજાયો.

 

તારીખ ૦૭/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળામાં દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ઉનાળા વેકેશન દરમિયાન બે દિવસીય સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પ ના પ્રથમ દિવસે વિશ્વ પર્યાવરણ દિન હોવાથી પર્યાવરણ દિન ની ઉજવણી શાળામાં વૃક્ષારોપણ તેમજ વેસ્ટ બોટલ માંથી બોટલ ગાર્ડન બનાવી કરવામાં આવી તેમજ બીજા દિવસે બાળકોમાં સર્જનાત્મકતા નો વિકાસ થાય અને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે દોરો, ફેવિકોલ અને ફુગ્ગા નો ઉપયોગ કરી સુંદર ઝૂમ્મર બનાવવામાં આવ્યા ત્યાર બાદ માઈન્ડ ગેમ અને દેશી રમતો રમાડવામાં આવી કેમ્પ ના અંતે તમામ બાળકોને બિસ્કિટ અને પેન ઇનામ માં આપવામાં આવી. આમ બે દિવસ બાળકોને ખુબજ મજા અને આનંદ સાથે પુરા થયાં.

Back to top button
error: Content is protected !!