“તેરા તુજકો અર્પણ” કાર્યકમ અંતર્ગત કાલોલ પોલીસે શોધી કાઢેલા પાંચ કિંમતી મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા.

તારીખ ૦૭/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કાલોલ DYSP નવિન આહીર ના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત જેમાં કાલોલ પંથકમાં પાંચ લોકોના ગુમ થયેલા મોબાઈલ ગુમ થયેલી અરજીઓ ને લઇ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ રીતે તેમજ વિવિધ રીતે તપાસ હાથ ધરી શોધી આપી જે લોકો માટે મોંઘા અને અનમોલ કહી શકાય તેવા ગુમ થયેલ મોબાઈલ ફોન તેવા લોકોને શોધી તેઓને પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ એ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુમ થયેલ કુલ અલગ અલગ પાંચ ઈસમો નાં મોબાઈલ ફોન ગુમ તેમજ ચોરી માં ગયેલ હોય જેની તપાસ કરવા CEIR પોર્ટલ માં મોબાઈલ ની જરૂરી માહિતી અપલોડ કરી ટેકનીકલ સોર્સીસ નાં આધારે મોબાઈલ ફોન શોધવાની કામગીરી કરેલ જે આધારે કુલ -૦૫ મોબાઈલ જેની કુલ કિંમત રૂ.૧,૧૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી મોબાઈલ નાં મૂળ માલિકો ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાલોલ પોલીસ મથકે મોબાઈલો પરત સોપવામાં આવેલ છે.






