KALOL(Panchamahal)PANCHMAHAL

ભાજપ ના 46મા સ્થાપના દિન નિમિત્તે કાલોલ ખાતે સાંસદ અને ધારાસભ્ય ના અધ્યક્ષસ્થાને સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું.

 

તારીખ ૦૯/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ લઇ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો દ્વારા પોતપોતાના ઘર ઉપર પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ ત્યારે આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે ત્યારે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે કાલોલ મોટી શામળદેવી રોડ પર આવેલ શાંતિનિકેતન વિદ્યામંદિર ખાતે સક્રિય સભ્ય કાર્યકર્તા સંમેલન પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય કાર્યકર્તા સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે અમદાવાદથી કોર્પોરેટર એવા મહાદેવભાઇ દેસાઈ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે પંચમહાલ જિલ્લા ભાજપ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ મહિદીપસિંહ ગોહિલ તથા ઘોઘંબા તાલુકા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ નરેન્દ્રસિંહ તથા કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ નગરપાલિકાના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા સહિત કાલોલ તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં સંનિષ્ઠ સક્રિય કાર્યકર્તા અને મહિલાઓ ઉપસ્થિત રહી સક્રિય કાર્યકર્તા સંમેલનને સફળ બનાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!