KALOL(Panchamahal)PANCHMAHAL

ચલાલી ગામમાં છેલ્લા દસ દિવસથી કાલોલ નર્મદાનું પાણી બંધ થઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા.

તારીખ ૨૫/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ચલાલી ગામમાં પાણીના સંપમાંથી, ઘોડા તેમજ જાંબુડી ગામમાં નર્મદાનું પાણી પહોચતુ હતુ પરંતુ પંપ સેટ મશીનરી ખરાબ થવાના કારણે છેલ્લા દસ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે ગામના નાગરિક દ્રારા નર્મદા વિભાગને ફોન કરી જાણ કરતા અધીકારીએ જણાવ્યું હતું કે 250 hp ની મશીનરી છે પંપ સેટ પણ જૂના થઈ ગયા છે કામ ગણું બધું છે પાણી ક્યારે આવે કોઈ નક્કી નહિ તેવો જવાબ આપ્યો હતો તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે ચલાલી ગામની વસ્તી લગભગ ત્રણ થી ચાર હજારની વસ્તી ધરાવે છે. અને ત્યા લોકો મુખ્યત્વે ખેતી તથા પશુપાલન પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ગ્રામજનોને પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ચલાલી ગ્રામ પંચાયતમાં અનેક ટુબવેલ તેમજ કુવા આવેલા છે પરંતુ પાણીના સ્તર નીચે જતા રહ્યા હોવાથી પાણીનો અભાવ જોવા મળી રહે છે અને ગ્રામજનો માટે પાણી પૂરું ન પડતા નર્મદાનું પાણી લેવામાં આવી રહ્યુ છે. પરંતુ છેલ્લા દસ દિવસથી ચલાલી પંચાયત વિસ્તારના રહીશો પાણી વગર ભારે મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે ગામની મહીલાઓ તથા ગામની છોકરીઓ પાણી માટે નજીકની ગોમા નદીમાં કોતરો ઉતરી પાણીની વેરી ખોદી પાણી ભરી રહી છે.ગામના નાગરિક દ્વારા નર્મદા વિભાગને પાણીની સમસ્યા અંગે જાણ કરી તો અધિકારીઓ આંખ આડા કાન કરી રહી હોવાનું જણાય આવે છે. જ્યાં સુધી નર્મદા કેનાલનું પાણી નહીં આવે ત્યાં સુધી દૂર સુધી પાણી ભરવા જવાની તકલીફ વેઠવી પડે તેમ છે તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળી રહે તેવી લોક માંગ ઊભી થઈ છે ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરી છે ચલાલી ગામમાં બોર અને કૂવા છે પણ પાણી ઓછું મળે છે ગામમાં નર્મદાનું પાણી આવે છે પણ દસ દિવસથી બંધ થઈ ગયું છે નર્મદા વિભાગમાં ફોન કરી કહીએ છે તો કોઈ અધિકારી કહે છે કાલે ચાલુ થશે બીજા કોઈ અધિકારીને કહીએ તો કે છે કોઈ નક્કી નહિ ક્યારે પાણી ચાલુ થશે તંત્રને મારી અપીલ છે કે ચલાલી ગામને પાણી પૂરું પાડવા બીજો કોઈ અન્ય વિકલ્પ નથી માત્ર નર્મદાના પાણી ઉપર નિર્ભર છે તો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા અનુરોધ છે.

Back to top button
error: Content is protected !!