KALOL(Panchamahal)PANCHMAHAL

ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા બાબા સાહેબ જન્મજયંતી ની કરાયેલી ઉજવણી.

 

તારીખ ૧૪/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે ડો આંબેડકર  સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા ડો. બાબસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબના જીવન અને કાર્યો વિશે વક્તવ્ય આપવામાં આવ્યા હતા. ભારતના બંધારણનાં ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ, યુગપુરુષ, અર્થશાસ્ત્રી, ક્રાંતિસૂર્ય, બોધિસત્વ,મહાનાયક, મહામાનવ,વિશ્વ રત્ન,વિશ્વવિભૂષણ, ભારત રત્ન ડૉક્ટર ના કાર્યો ને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સુનિલભાઈ મકવાણા,જગદીશભાઈ મકવાણા,નગરપાલિકા ના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, નિલેશભાઈ વકીલ, મયુરભાઈ મકવાણા, પ્રમોદભાઈ નાગર, વિનોદભાઇ અમીન,ડો.સુનિલ પરમાર,વિજય વણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આવતી કાલે સાંજે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!