HALOLPANCHMAHAL
હાલોલ તાલુકાની જેપુરા શાળામાં ગૌરીવ્રત નિમિત્તે દિકરીઓને સૂકા મેવાનું વિતરણ કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૪
આજે શુક્રવારના રોજ હાલોલ તાલુકાના જેપુરા કેન્દ્રવર્તી શાળામાં પાવાગઢના ભૂતપૂર્વ આચાર્ય અને દાતા મોહનસિંહ રાઠોડ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે શાળા ની તમામ દિકરીઓને બદામ,કાજુ,અખરોટ, આલુ,કોપરું,મુક્તિ,રેવડી,લીલા ખજૂર,કેરી અને આંબળા ના આંબોડીયા,જેલી ચોકલેટ, શીંગ દાણા, વગેરે જેવા સુકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દાતા દ્વારા 25000 રૂ. જેટલી રકમ આ દીકરીઓ માટે વાપરવા બદલ શાળાના આચાર્ય અતુલભાઈ પંચાલ દાતા મોહનસિંહ રાઠોડ નો આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે પ્રસંગે મોટી સંખ્યામા શાળાની વિધાર્થિનીઓ અને શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.